ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/પ/પુણ્યકીર્તિ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


પુણ્યકીર્તિ [ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ] : ખરતરગચ્છના જૈન સાધુ. જિનચંદની પરંપરામાં હર્ષપ્રમોદના શિષ્ય. ૨૦૩ કડીનો ‘પુણ્યસાર-ચોપાઈ/પુણ્યસાર-રાસ’ (ર.ઈ.૧૬૧૦/સં.૧૬૬૬, આસો સુદ ૧૦, ગુરુવાર), રાજસ્થાની-ગુજરાતીમિશ્ર ભાષામાં ‘અમરસેનવયરસેન-ચોપાઈ’ (ર.ઈ.૧૬૧૦), ૨૦ ઢાળ અને ૨૯૯ કડીના ‘રૂપસેનરાજ-ચોપાઈ/કુમારમુનિ-રાસ’ (ર.ઈ.૧૬૨૬/સં.૧૬૮૨, ભાદરવા સુદ ૧૩, રવિવાર), ૩૭ કડીની ‘મોહછત્તીસી’ (ર.ઈ.૧૬૨૮/સં.૧૬૮૪, ભાદરવો-), ‘મદબત્તીસી’ (ર.ઈ.૧૬૨૯/સં.૧૬૮૮, ભાદરવા સુદ ૧૩, રવિવાર)-એ કૃતિઓના કર્તા. સંદર્ભ : ૧. ગુસારસ્વતો; ૨. જૈસાઇતિહાસ; ૩. દેસુરાસમાળા; ૪. યુજિનચંદ્રસૂરિ;  ૫. જૈગૂકવિઓ : ૧, ૩(૧); ૬. મુપુગૂહસૂચી; ૭. રાહસૂચિ : ૧; ૮. હેજૈજ્ઞાસૂચિ : ૧.[શ્ર.ત્રિ.]