ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/પ/પ્રેમચંદ વાચક-૧

From Ekatra Wiki
Jump to navigation Jump to search


પ્રેમચંદ(વાચક)-૧ [ઈ.૧૭૨૩માં હયાત] : જૈન સાધુ. કનકચંદ્ર ઉપાધ્યાયના શિષ્ય. ૩૪ કડીની ‘આદિકુમાર-સ્તવન/આબુરાજ-સ્તવન’/આદિનાથશત્રુંજ્ય-સ્તવન’ (ર.ઈ.૧૭૨૩/સં. ૧૭૭૯, જેઠ સુદ ૨, બધવાર)ના કર્તા. સંદર્ભ : ૧. પાંગુહસ્તલેખો; ૨. જૈગૂકવિઓ : ૨ [ર.ર.દ.]