મતિસાગર-૨ [ઈ.૧૫૪૯માં હયાત] : જૈન સાધુ.૩૮૮ કડીના ‘ચંપકસેન-રાસ’ (ર.ઈ.૧૫૪૯/સં.૧૬૦૫, શ્રાવણ-)ના કર્તા. આ કર્તા મતિસાગર-૩ હોવાની સંભાવના છે. સંદર્ભ : ૧. ગુસારસ્વતો; ૨. મરાસસાહિત્ય; ૩. જૈગૂકવિઓ : ૩(૧); ૪. મુપુગૂહસૂચી; ૫.હેજૈજ્ઞાસૂચિ : ૧. [કી.જો.]