મનોહર-૧ [ઈ.૧૬૨૦માં હયાત] : વિજયગચ્છના જૈન સાધુ. ગુણસૂરિની પરંપરામાં મલ્લિદાસના શિષ્ય. ૪૭ કડીના ‘યશોધર-ચરિત્ર’ (ર.ઈ.૧૬૨૦/સં.૧૬૭૬; શ્રાવણ વદ ૬, ગુરુવાર)ના કર્તા.