ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/મ/મલ્લિદાસ-૧


મલ્લિદાસ-૧ [ઈ.૧૫૬૩માં હયાત] : વિજ્યગચ્છના જૈન સાધુ. નૂનો-વિજયરાજની પરંપરામાં દેવરાજના શિષ્ય. ‘જંબૂસ્વામી-રાસ/પંચભવ-ચરિત્ર’ (ર.ઈ.૧૫૬૩/સં.૧૬૧૯; આસો સુદ ૩, મંગળવાર)ના કર્તા.

સંદર્ભ : ૧. ગુસારસ્વતો;  ૨. જૈગૂકવિઓ : ૩(૧).
[કી.જો.]