ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/મ/મહીદાસ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


મહીદાસ [અવ.ઈ.૧૮૦૪/સં.૧૮૬૦ આસો સુદ ૧૧] : કવિ મોરબી નજીક આવેલા બગથળા ગામના રહેવાસી હતા. તેમણે કૃષ્ણ અર્જુનના સંવાદ રૂપે ક્યાં કુકર્મો કરવાથી કયાં દુ:ખ ભોગવવાં પડે છે તે વિશેની માહિતી આપતી ૧૨૦ કડીની ‘કર્મગીતા’(મુ.) તથા અન્ય પદોની રચના કરી છે. કૃતિ : સ્વાધ્યાય, ફેબ્રુ. ૧૯૮૬-‘મહીદાસ રચિત કર્મગીતા’ સં. દેવદત્ત જોશી. સંદર્ભ : ૧. ગુસારસ્વતો; ૨. સૌરાષ્ટ્રના સંતો, દેવેન્દ્રકુમાર કા. પંડિત, સં. ૨૦૧૭;  ૩. ગુજરાત શાળાપત્ર, મે ૧૯૦૮-‘ગુજરાત પ્રસિદ્ધ તથા અપ્રસિદ્ધ કવિઓનાં અપ્રસિદ્ધ કાવ્ય’, છગનલાલ વિ. રાવળ;  ૪. આલિસ્ટઑઇ : ૨; ૫. ગૂહાયાદી; ૬. ફૉહનામાવલિ.[કી.જો.]