ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/મ/મેઘરાજ મુનિ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


મેઘરાજ(મુનિ)  : આ નામે ૬ કડીનો ‘શંખેશ્વરપાર્શ્વનાથ-છંદ/સ્તુતિ’(મુ.), ૧૧ કડીની ‘શાલિભદ્રશેઠની સઝાય’(મુ.), ૩૨ કડીની ‘જીભ-બત્રીસી’ (લે.ઈ.૧૫૭૫), ૮ કડીની ‘અહંકાર-સઝાય’, ૧૨ કડીની ‘રાજબાઈમાતા-છંદ’, ૧૧ કડીનું ‘સ્તંભન-પાર્શ્વનાથ-સ્તવન’ એ કૃતિઓ મળે છે. આ ઉપરાંત રાજસ્થાની-ગુજરાતી મિશ્રમાં ‘જ્યોતિષ (સારદુહા)’ (લે.ઈ.૧૮૧૦) અને ‘સદ્ગુરુવર્ણન-ભાષા’ મળે છે. આ બધી કૃતિઓના કર્તા કયા મેઘરાજ છે તે સ્પષ્ટ થતું નથી. કૃતિ : ૧. જૈકાપ્રકાશ : ૧; ૨. પ્રાછંદસંગ્રહ; ૩. પ્રાસ્તસંગ્રહ. સંદર્ભ : ૧. મુપુગૂહસૂચી; ૩. રાહસૂચી : ૧, ૨. [શ્ર.ત્રિ.]