રંગવિનય-૧ [ઈ.૧૬૫૦માં હયાત] : ખરતરગચ્છના જૈન સાધુ. જિનરંગના શિષ્ય. ૬૫૧ કડીની ‘કલાવતી-ચતુષ્પદી’ (ર.ઈ.૧૬૫૦/સં. ૧૭૦૬, માગશર સુદ ૧૧)ના કર્તા.