ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ર/રંગવિમલ
રંગવિમલ [ઈ.૧૫૬૫માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. હીરવિજ્યસૂરિના શિષ્ય. ૩૦૦ ગ્રંથાગ્રની ‘દ્રૌપદી-ચોપાઈ’ (ર.ઈ.૧૫૬૫/સં.૧૬૨૧, કારતક સુદ ૧૧, બુધવાર)ના કર્તા.
સંદર્ભ : ૧. ગુસારસ્વતો; ૨. જૈસાઇતિહાસ; ૩. આલિસ્ટઑઇ : ૨; ૪. જૈગૂકવિઓ : ૩(૧); ૫. ડિકૅટલૉગબીજે.