ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ર/રત્નધીર


રત્નધીર [ઈ.૧૭૫૦માં હયાત] : ખરતરગચ્છના જૈન સાધુ. હર્ષવિશાલની પરંપરામાં જ્ઞાનસાગરના શિષ્ય. ‘ભુવનદીપક’ પરના બાલાવબોધ (ર.ઈ.૧૭૫૦)ના કર્તા.

સંદર્ભ : ૧. જૈસાઇતિહાસ;  ૨. જૈગૂકવિઓ : ૩(૨).
[ર.ર.દ.]