ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ર/રાજરત્ન-૩

From Ekatra Wiki
Jump to navigation Jump to search


રાજરત્ન-૩ [ઈ.૧૭૯૬માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. ઉત્તમરત્નની પરંપરામાં ક્ષમારત્નના શિષ્ય. ૨૭ ઢાળની ‘ઉત્તમકુમારનો રાસ’ (ર.ઈ.૧૭૯૬/સં. ૧૮૫૨, આસો સુદ ૨, બુધવાર) તથા ૯ કડીની ‘મુનિસુવ્રતજિન-સ્તવન’(મુ.) એ કૃતિઓના કર્તા. કૃતિ: જૈનકાપ્રકાશ: ૧. સંદર્ભ: ૧. ગુસારસ્વતો;  ૨. જૈગૂકવિઓ: ૩(૧).  [ર.ર.દ.]