ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ર/રામ-૭

From Ekatra Wiki
Jump to navigation Jump to search


રામ-૭ [     ] : સર્વદેવના પુત્ર. જ્ઞાતિએ કૌશિક ગોત્રના નાગર. ગુજરાતીમાં શબ્દ, કારક, સમાસ, ક્રિયા વગેરેની સમજૂતી આપતી વ્યાકરણવિષયક ‘ઉકતીયકમ્’ કૃતિના કર્તા. કૃતિની ભાષા ઈ.૧૬મી સદીના મધ્યભાગની લાગે છે. સંદર્ભ : જેસલમેર જૈન ભાંડાગરીય ગ્રન્થનામ સૂચિપત્રમ્(સં.), સં.સી.ડી. દલાલ અને એલ.બી. ગાંધી, ઈ.૧૯૨૩. [ચ.શે.]