ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ર/રૂપચંદ બ્રહ્મ-૩

From Ekatra Wiki
Jump to navigation Jump to search


રૂપચંદ(બ્રહ્મ)-૩ [ઈ.૧૭૪૫માં હયાત] : પાર્શ્વચંદ્રગચ્છના જૈન સાધુ. અનુપમચંદના શિષ્ય. ‘કેવલ સત્તાવની’ (ર.ઈ.૧૭૪૫/સં.૧૮૦૧, મહા સુદ ૫), ‘બંગલાદેશ-ગઝલ’ અને હિંદી કૃતિ ‘લઘુબ્રહ્મ-બાવની’ના કર્તા. સંદર્ભ : ૧. ગુસાઇતિહાસ : ૨;  ૨. જૈગૂકવિઓ : ૩(૧). [ર.સો.]