ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/લ/લાભવિજ્ય-૧
Jump to navigation
Jump to search
લાભવિજ્ય-૧ [ઈ.૧૭મી સદી ઉત્તરાર્ધ] : તપગચ્છના જૈન સાધુ. શોભવિજ્યના શિષ્ય. ૪ ઢાળ અને ૪૨ કડીની ‘વિજયાનંદસૂરિની સઝાય’ (ર.ઈ.૧૬૫૫ અથવા તે પછી; મુ.), ૧૪ કડીની ‘ક્યવન્નાની સઝાય’(મુ.), ૪ કડીની ‘રોહિણીની સ્તુતિ’(મુ.) અને ૧૯ કડીની ‘ઘીના ગુણની સઝાય’(મુ.)ના કર્તા. વિજ્યાનંદનો સ્વર્ગવાસ ઈ.૧૬૫૫/સં. ૧૭૧૧, અસાડ વદ ૧ના રોજ થયાનો ‘વિજ્યાનંદસૂરિની સઝાય’માં નિર્દેશ હોઈ તે કૃતિ ઈ.૧૬૫૫ અથવા તે પછીના અરસામાં રચાઈ હશે. કૃતિ : ૧. જેઐરાસમાળા : ૧, ૨. જૈસસંગ્રહ (ન); ૩. પ્રાચીન સ્તવનાદિ સંગ્રહ, સં. તિલકવિજ્યજી, સં. ૧૯૯૩; ૪. મોસસંગ્રહ. સંદર્ભ : જૈસાઇતિહાસ. [શ્ર.ત્રિ.]