ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/લ/લાવણ્યકીર્તિ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


લાવણ્યકીર્તિ : આ નામે હિંદી ભાષાની છાંટવાળી ૨૭ કડીની ‘આત્મગીત/આત્મશિક્ષા-સઝાય/કષાયનિવારણ-ગીત/મોહકર્મ-સઝાય’(મુ.), ૧૭ કડીની ‘સમેતશિખર ૨૦ જિન-સ્તુતિ’ (લે.સં.૧૮મી સદી) અને ‘હરિબલ-ચોપાઈ’ (ર.ઈ.૧૬૧૫) એ કૃતિઓ મળે છે. ‘હરિબલ-ચોપાઈ’ એ જ્ઞાનવિલાસશિષ્ય લાવણ્યકીર્તિની ‘રામકૃષ્ણ-ચોપાઈ’ હોય એ સંભવિત છે. જો કે, રચનાસમય થોડો જુદો પડે છે પણ તેમાં ભૂલ હોવા સંભવ છે. બાકીની કૃતિઓના કર્તા કયા લાવણ્યકીર્તિ છે તે નિશ્ચિતપણે કહેવું મુશ્કેલ છે. કૃતિ : જૈસમાલા (શા) : ૧. સંદર્ભ : ૧. રાપુહસૂચી :૪૨; ૨. રાહસૂચી : ૧; ૩. લીંહસૂચી; ૪. હેજૈજ્ઞાસૂચિ : ૧. [કા.શા.]