ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/લ/લાવણ્યકીર્તિ-૧

From Ekatra Wiki
Jump to navigation Jump to search


લાવણ્યકીર્તિ-૧ [ઈ.૧૬૨૧માં હયાત] :ખરતરગચ્છના ક્ષેમશાખાના જૈન સાધુ. ગુણરંગ જ્ઞાનવિલાસના શિષ્ય. ૬ ખંડ, ૬૮ ઢાળ અને ૧૨૦૦ કડીની ‘રામકૃષ્ણચરિત-ચતુષ્પદી/રામકૃષ્ણ-ચોપાઈ/રાસ’ (ર.ઈ.૧૬૨૧/સં. ૧૬૭૭, વૈશાખ સુદ ૫), ૯ ઢાળની ‘ગજસુકુમાલ-રાસ’ અને ‘છ ભાઈ-ચોપાઈ/દેવકી છ પુત્ર-ચોપાઈ’-એ કૃતિઓના કર્તા. ‘ગજસુકુમાલ-રાસ’ અને ‘દેવકી છ પુત્ર-ચોપાઈ’ એક જ કૃતિ હોવાની સંભાવના છે. સંદર્ભ : ૧. ગુસારસ્વતો; ૨. જૈસાઇતિહાસ; ૩. મરાસસાહિત્ય;  ૪. જૈગૂકવિઓ : ૧; ૩(૧,૨); ૫. મુપુગૂહસૂચી; ૬. લીંહસૂચિ; ૭. હેજૈજ્ઞાસૂચિ : ૧. [કા.શા.]