ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/વ/વિનીતવિજય-૨

From Ekatra Wiki
Jump to navigation Jump to search


વિનીતવિજય-૨ [ઈ.૧૬૯૯ની આસપાસમાં હયાત] : જૈન સાધુ. લાવણ્યવિજયશિષ્ય પંડિત મેરુવિજયના શિષ્ય. ‘ચોવીસી’ (ર.ઈ.૧૬૯૯ની આસપાસ; મુ.)ના કર્તા. કૃતિ : ૧. અસ્તમંજુષા; ૨. જૈગૂસારત્નો : ૧ (+સં.). [પા.માં.]