ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/વ/વિબુધવિમલશિષ્ય
Jump to navigation
Jump to search
વિબુધવિમલશિષ્ય [ઈ.૧૫૧૪ની આસપાસ] : તપગચ્છના જૈન સાધુ. ૧૧૨ કડીની દુહા-ચોપાઈના બંધમાં રચાયેલી ‘તપગચ્છ પટ્ટાનુક્રમ ગુર્વાવલી-છંદ’ (ર.ઈ.૧૫૧૪ અનુ; મુ.) અને ૮ કડીની ‘પર્યુષણપર્વનું સ્તવન’(મુ.) એ કૃતિઓના કર્તા. કૃતિ : ૧. જિનગુણ પદ્યાવળી, પ્ર. શાહ વેણીચંદ સુ. અને બીજા, ઈ.૧૯૨૫ (બીજી આ.); ૨. પસમુચ્ચય:૨.[કી.જો.]