ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/વ/વિમલચારિત્ર-૧


વિમલચારિત્ર-૧ [ઈ.૧૫૪૮માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. હેમવિમલસૂરિની પરંપરામાં સંઘચારિત્રના શિષ્ય. ૪૦૦ ગ્રંથાગ્રના ‘નવકાર-ચોપાઈ/નવકાર-રાસ/રાજસિંહ-રાસ’ (ર.ઈ.૧૫૪૮/સં. ૧૬૦૫, શ્રાવણ સુદ ૧, ગુરુવાર)ના કર્તા.

સંદર્ભ : ૧. ગુસારસ્વતો;  ૨. આલિસ્ટઑઇ : ૨; ૩. જૈગૂકવિઓ : ૧, ૩(૧).
[કી.જો.]