ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/વ/વિશુદ્ધવિમલ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


વિશુદ્ધવિમલ [ઈ.૧૮મી સદી પૂર્વાર્ધ] : જૈન સાધુ. વીરવિમલના શિષ્ય. ૫ ઢાળ અને ૪૨ કડીના ‘મૌન એકાદશી-સ્તવન’ (ર.ઈ.૧૭૨૪/૨૫; મુ.), ‘વીસ વિહરમાનજિન-સ્તવન/વીસી’ (ર.ઈ.૧૭૪૮/સં.૧૮૦૦, માગશર સુદ ૨, ગુરુવાર; મુ.), ૧૫ કડીની ‘આત્મહિતશિક્ષા/ચેતનને શિખામણ/જીવને ઉપદેશની સઝાય’(મુ.), ૧૪ કડીની ‘આત્મશિખામણ/વાણિયાની સઝાય’(મુ.), અગિયાર ગણધર, વૈરાગ્ય, સમકિત વગેરે પર સઝાયો (કેટલીક મુ.), પાર્શ્વનાથ, જિનપૂજાવિધિ વગેરે વિશે સ્તવનો-સ્તુતિઓ (કેટલાંક મુ.) વગેરે કૃતિઓની રચના તેમણે કરી છે. કૃતિ : ૧. ગહૂંલીસંગ્રહ, સં. સંઘવી શિવલાલ ઝ. સં. ૧૯૭૨; ૨. ચોવીસ્તસંગ્રહ; ૩. જૈસસંગ્રહ(જૈ); ૪. જૈસસંગ્રહ(ન); ૫. પ્રાસ્તરત્નસંગ્રહ : ૨; મોસસંગ્રહ; ૭. વીશીયો તથા વિવિધ પ્રકારની પૂજાઓ, પ્ર. માસ્તર ઉમેદચંદ, ઈ.૧૯૨૫; ૮. સજઝાયમાલા (શ્રા) : ૧. સંદર્ભ : ૧. જૈગૂકવિઓ : ૩(૧); ૨. ડિકૅટલૉગબીજે; ૩. મુપુગૂહસૂચી; ૪. લીંહસૂચી; ૫. હેજૈજ્ઞાસૂચિ : ૧.[પા.માં.]