શંકર-૧ [ઈ.૧૫૫૩માં હયાત] : વૈષ્ણવ કવિ. ૫૯ કડીની ‘જમ-ગીતા/ધરમ-ગીતા’ (ર.ઈ.૧૫૫૩; મુ.)ના કર્તા. કૃતિ : અરજુનગીતા, ધરમગીતા, વડો કક્કો અને પારણું અને ગરબી, પ્ર. મનસુખભાઈ ફકીરચંદ, ઈ.૧૮૮૯.