ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/શ/શુભવર્ધન-૧

From Ekatra Wiki
Jump to navigation Jump to search


શુભવર્ધન-૧ [ઈ.૧૫મી સદી ઉત્તરાર્ધ-ઈ.૧૬મી સદી પૂર્વાર્ધ] : તપગચ્છના જૈન સાધુ. જિનહર્ષની પરંપરામાં સાધુવિજ્યના શિષ્ય. ૧૦૯ કડીના ‘આચાર-શતક’ (ર.ઈ.૧૫૩૪) તથા ‘સઉણા-શતક/સ્વપ્ન-શતક’ના કર્તા. આ ઉપરાંત એમણે પ્રાકૃત ભાષામાં ‘વર્ધમાન દેશના’ (ર.ઈ.૧૪૯૬) અને ‘દશશ્રાવક-ચરિત્ર’ નામની કૃતિઓ રચી છે. સંદર્ભ : ૧. જૈસાઇતિહાસ;  ૨. મુપુગૂહસૂચી. [ર.ર.દ.]