ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/સ/સત્યરત્ન-૧


સત્યરત્ન-૧ [ઈ.૧૮૨૪માં હયાત] : ખરતરગચ્છના જૈન સાધુ. ‘સમેતશિખર-રાસ’ (ર.ઈ.૧૮૨૪/સં.૧૮૮૦, ભાદરવા સુદ ૫)ના કર્તા.

સંદર્ભ : ૧. ગુસાઇતિહાસ : ૨; ૨. મરાસસાહિત્ય;  ૩. જૈગૂકવિઓ : ૩(૧).
[પા.માં.]