ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/સ/સમરચંદ્રશિષ્ય


સમરચંદ્રશિષ્ય [ ] : લોંકાગચ્છના જૈન સાધુ. રૂપઋષિ-રત્નાગરની પરંપરામાં સમરચંદ્રના શિષ્ય. ૨ ખંડોમાં વહેંચાયેલી, ૫૮ ઢાલ અને દુહાની ૧૨૩૨ કડીમાં શ્રેણિક રાજાનું ચરિત્ર રજૂ કરતા ‘શ્રેણિક-રાસ’ના કર્તા.

સંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૧).
[કી.જો.]