ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/સ/સીહા-સીહુ
સીહા/સીહુ [ઈ.૧૪૭૯ સુધીમાં] : જૈન. ૧૮ કડીની ‘જંબૂસ્વામી-વેલ’ (લે.ઈ.૧૪૭૯/સં.૧૫૩૫, વૈશાખ સુદ ૬; મુ.) તથા ૧૬ કડીની ‘રહનેમિ-વેલિ’ (લે.ઈ.૧૪૭૯/સં.૧૫૩૫, વૈશાખ સુદ ૬; મુ.) નામની કૃતિઓના કર્તા. કૃતિ : જૈનયુગ, અષાઢ-શ્રાવણ ૧૯૮૬-‘સં. ૧૫૩૫માં લખાયેલાં કાવ્યો’,-.
સંદર્ભ : ૧. પ્રાકારૂપરંપરા; ૨. જૈગૂકવિઓ : ૩(૧).