ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/સ/સુમતિસાગર

From Ekatra Wiki
Jump to navigation Jump to search


સુમતિસાગર : આ નામે ‘કુમતિસંઘટન-રાસ’ (ર.ઈ.૧૭૬૨), ‘ચૈત્યવંદન વિચારગર્ભિત મહાવીર સ્વામી સ્તવન આદિ’ (લે.સં.૧૮મી સદી અનુ.) તથા ૬-૬ કડીના હિન્દીની છાંટવાળાં બે સ્તવનો(મુ.) મળે છે. તેમના કર્તા કયા સુમતિસાગર છે તે સ્પષ્ટ થતું નથી. કૃતિ : જૈકાપ્રકાશ : ૧. સંદર્ભ : ૧. પાંગુહસ્તલેખો;  ૨. હેજૈજ્ઞાસૂચિ : ૧. [ર.ર.દ.]