ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/અ/અગ્રકથાબીજ
Jump to navigation
Jump to search
અગ્રકથાબીજ(Leitmotif) : સિનેમા અને નાટ્યમાં પુનરાવર્તનશીલ રહેતું પ્રભાવક કથાબીજ. સૌપ્રથમ પર્સી શોલ્સે (Scholes) આ સંજ્ઞા પ્રયોજી હતી. વાગ્નર (Wagner)ના સર્જન વિશે શોલ્સનું માનવું છે કે વાગ્નરે નાના સંવાદ સાધતાં એવાં કથાબીજોનો સર્જનમાં વિનિયોગ કરેલો, જેના દ્વારા નાટ્યનાં પાત્રોનું વ્યક્તિત્વ આલેખિત થતું હતું. આને કારણે ભાવ કે વિચાર નાટ્યાત્મક પરિસ્થિતિમાં મુખર થઈને સમગ્ર દૃશ્યને પ્રવાહી બનાવતો.
પ.ના.