ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/અ/અગ્રપ્રસ્તુતિ-નવ્યકરણ
Jump to navigation
Jump to search
અગ્રપ્રસ્તુતિ/નવ્યકરણ(Foregrounding) : રશિયન સ્વરૂપવાદી વિવેચક યાન મુકરોવ્સ્કી દ્વારા પ્રચલિત સંજ્ઞા. મુકરોવ્સ્કી બે પ્રકારની ઉક્તિ હોવાનું જણાવે છે : રોજિંદી ભાષાની કરકસર દ્વારા જે સ્વયંચાલિત ભાષા હોય તેવી ઉક્તિ અને ભાષાનું ‘નવ્યકરણ’ થયું હોય તેવી ઉક્તિ. મુકરોવ્સ્કીના મત મુજ ઉક્તિનું અધિકતમ કક્ષાએ નવ્યકરણ કરવું એ કાવ્યભાષાનું કાર્ય છે. આમ નવ્યકરણ એટલે વ્યવસ્થાનું અતિક્રમણ. નવ્યકરણ ભાવકની સમક્ષ, સપાટી પર એવી ભાષાઘટનાને લાવે છે જે ભાષાઘટના રોજિંદી ભાષામાં એકદમ પ્રચ્છન્ન હોય છે.
ચં.ટો.