ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/વ/વિદગ્ધ સુખાન્તિકા

From Ekatra Wiki
Jump to navigation Jump to search


વિદગ્ધ સુખાન્તિકા(Comedy of Intrigue) : પાત્રોની અપેક્ષાએ સંકુલ વસ્તુ-સંયોજન ઉપર વિશેષ આધાર રાખીને લખવામાં આવતા હાસ્ય નાટકનો એક પ્રકાર. હાસ્ય-નાટકના અન્ય પ્રકાર-રીતિ-નાટક-થી તે આ રીતે જુદું પડે છે : રીતિનાટકમાં સંકુલ વસ્તુ-સંયોજન હોઈ શકે, પરંતુ પાત્રાલેખન પરત્વે તેમાં વિશેષ કામગીરી હોય છે. સ્પેઈનમાં આ પ્રકારના નાટ્યાલેખનનો ઉદ્ભવ થયો. એફ બીન સિવાય અંગ્રેજી નાટ્યલેખનમાં આ પ્રકારનાં નાટકો ખાસ લખાયાં નથી. પ.ના.