ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સહકાર્ય

From Ekatra Wiki
Jump to navigation Jump to search


સહકાર્ય(Syn-function) : તિન્યાનોવની સંજ્ઞા. ઘટકોને બાહ્ય રીતે કોઈ અન્ય વ્યવસ્થા સાથે સાંકળતા સ્વકેન્દ્રી(auto function) કાર્યની સામે કોઈ એક વ્યવસ્થા અંતર્ગત ઘટકોને સંયોજિત કરતું સિદ્ધાન્તકાર્ય આ સંજ્ઞા દ્વારા સૂચવાય છે. આ જ વિચારને પછીથી લોત્મને કૃતિવ્યવસ્થા અને ઇતરકૃતિની દિશામાં વિકસિત કર્યો. ચં.ટો.