જનપદ/મૂકી દોટ

From Ekatra Wiki
Jump to navigation Jump to search
મૂકી દોટ

દીવો બળે શેરી રાત
છીંકોટતાં ખીલે વછૂટ્યાં.
ઘોષી થયાં આકાશ,
આ ઘર.
ડોલ્યો મેરુ ?
કોઈ યાન ?
ઉલ્કા ?
ઊંહું.
ગરજન ગોરંભ કર્ણગહ્વરે હજુ
પણ સાબૂત નથી.


ફૂંક છેદથી
વહાવ વાયુને.

ગવાક્ષે સૂર ઊડે ઉપરણો
સીમાડે આવી આંખ
કોઈ ભાન વગરના જીવે
વાવાઝોડામાં મૂકી દોટ.