જનપદ/પછી બધું પોબાર

From Ekatra Wiki
Jump to navigation Jump to search
પછી બધું પોબાર

પૂંછડીયા અંડ મહોરતા સૂર્યમુખી થઈ
આશય જળથી ભરિયા
સર-વાણી ઓધાન
પછી ઘન
ઘન પૂગે સરવરને
જાય તરંતું લયમાં અપ્-સર.
પાદર અંજળ પૂરાં.
કદોરકોર સરવર પર
ડૂમો ડુંભર*કરીએ, લણીએ
પર્વત-પડખાં ઘસી ઉતારે રાત
રાત માંહ્યલી વાટ વચાળે વળ્યો ડચૂરો
અંધાર ઢીંચતો વાયુ
ઈન્દ્રિયગ્રામને પીવે
વીજ-સળાવા વચ્ચે ઊતરે રાત
થઈને સાંઠો.

પછી બધું પોબાર
એવે મૂરત પલાણ્યા દીવા
ચાર પગે અંધારું
પીઠ પર સ્વર્ણિમ કેશ
પરોઢી આંખ
સાંઠ સલ્લકી મસળી રાતની
સૂરજ-ગાંઠથી રસ સંચરિયા
તહસ પાઠ
ને નહસ પદારથ.
પદના દાણા અરથ ભૂમિજળ તેજવાયુ બહુ વ્યોમી.


  • ડુંભર : રસકર દૂધે ભર્યું.