તારાપણાના શહેરમાં/હું ક્યાં છું?

From Ekatra Wiki
Jump to navigation Jump to search


હું ક્યાં છું

અંધારું એના નીડમાં પાછું ફરે નહીં
ને તારી આંખમાંથી સૂરજ નીકળે નહીં

મારો વિષાદ શ્વાસના ગુંબજમાં ઘૂમરાય
કોઈય ભીંત, થાંભલો, ખૂણો મળે નહીં

હું દિગ્વિજય કરીને પ્રવેશું નગર મહીં
ગલીઓમાં ફરતો રહું ને મને ઘર મળે નહીં

હું ક્યાં છું, કોઈ તો કહો, હું કોની પાસ છું?
સૂરજ, અરે સૂરજ, અરે સૂરજ છે કે નહીં?