પરમ સમીપે/૧૦
Jump to navigation
Jump to search
૧૦
વાણી ગુણાનુકથને શ્રવણૌ કથાયામ્
હસ્તૌ ચ કર્મસુ મનસ્તવ પાદયોર્ન:
સ્મૃત્યાં શિરસ્તવ નિવાસ જગત્પ્રણામે
દૃષ્ટિં સતાં દર્શનેઽસ્તુ ભવત્તનૂનામ્
હે પ્રભુ, અમારી વાણી તારા ગુણોનું સ્તવન કરો,
અમારા કાન તારી કથાઓનું શ્રવણ કરો, અમારા હાથ તારાં સેવાકર્મ કરો,
અમારું મન તારાં ચરણોના ચિંતનમાં રહો,
અમારું શિર તારા નિવાસ-સ્થાનરૂપ જગતને પ્રણામ કરવામાં રહો,
અમારી દૃષ્ટિ તારી મૂર્તિરૂપ સંતોનાં દર્શનમાં રહો.
(ભાગવત)
પૃથ્વી કેરા ગર્ભમાંથી પ્રગટતી
પ્રકાશ ભણી જતી,
ઝંખના — એ પ્રાર્થના.