zoom in zoom out toggle zoom 

< પરમ સમીપે

પરમ સમીપે/૯

From Ekatra Wiki
Jump to navigation Jump to search

વયં ત્વાં સ્મરામો વયં ત્વાં ભજામો
વયં ત્વાં જગત્સાક્ષિરૂપં નમામ:,
સદેકં નિધાનં નિરાલંબમીશમ્
ભવામ્ભોધિપોતં શરણ્યં વ્રજામ:.

અમે તારું સ્મરણ કરીએ છીએ અને તને ભજીએ છીએ;
જગતના સાક્ષીરૂપ તને અમે નમસ્કાર કરીએ છીએ.
સત્સ્વરૂપ એક માત્ર આધાર, આલંબન-રહિત અને
આ ભવસાગર માટે નૌકારૂપ તું ઈશ્વરનું અમે શરણ લઈએ છીએ.


ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ
ત્વમેવ બન્ધુશ્ચ સખા ત્વમેવ,
ત્વમેવ વિદ્યા દ્રવિણં ત્વમેવ
ત્વમેવ સર્વં મમ દેવદેવ.

તમે જ માતા છો અને પિતા પણ તમે જ છો
તમે જ બંધુ છો અને સખા પણ તમે જ છો
તમે જ વિદ્યા છો અને તમે જ ધન છો
હે દેવોના દેવ, તમે જ મારું સર્વસ્વ છો.
(પાંડવગીતા)