પરમ સમીપે/૧૦૦
Jump to navigation
Jump to search
૧૦૦
ૐ દ્યૌ: શાન્તિ: | અન્તરિક્ષં શાન્તિ: | પૃથિવી શાન્તિ: |
આપ: શાન્તિ: | ઓષધય: શાંતિ: | વનસ્પતય: શાન્તિ: |
વિશ્વેદેવા શાન્તિ: | બ્રહ્મ: શાન્તિ: |
સર્વં શાન્તિ: ૐ શાન્તિ: શાન્તિ: શાન્તિ:
ૐ સ્વર્ગ શાંતિરૂપ હો, અન્તરિક્ષ શાંતિરૂપ હો,
પૃથ્વી શાંતિરૂપ હો, જળ શાંતિરૂપ હો, ઔષધિઓ
શાંતિરૂપ હો, વનસ્પતિઓ શાંતિરૂપ હો, સર્વ દેવો
શાંતિરૂપ હો, બ્રહ્મ શાંતિરૂપ હો, સર્વ શાંતિરૂપ હો,
શાંતિ જ શાંતિ હો.
❊
સ્વસ્ત્યસ્તુ વિશ્વસ્ય ખલ: પ્રસીદતાં
ધ્યાયન્તુ ભૂતાનિ શિવં મિથો ધિયા
મનશ્ચ ભદ્રં ભજતાદધોક્ષજ
આવેશ્યતાં નો મતિરપ્યહૈતુકી.
હે નાથ, સમગ્ર વિશ્વનું કલ્યાણ થાઓ, દુષ્ટ લોકો
કુટિલતા, છોડી પ્રસન્ન થાઓ, સર્વ પ્રાણીઓ
બુદ્ધિપૂર્વક એકબીજાના કલ્યાણનો વિચાર કરો, અમારાં
મન કલ્યાણમાર્ગે રહો, અમારા સર્વની બુદ્ધિ
નિષ્કામભાવે અધોક્ષજ ભગવાનમાં લાગેલી રહો.
[ભાગવત]