પરમ સમીપે/૯૯

૯૯

શબ્દોની આ દીર્ઘ યાત્રા પૂરી કરી
હું શ્રવણને કાંઠે આવી છું.
હું જો તમારા ભણી કાન માંડીશ
તો તમને મારી સાથે બોલતા સાંભળી શકીશ.
રણની વચ્ચે તમે અમને પાણી આપશો
અગ્નિની વચ્ચે શીતળ સ્પર્શ;
મને બીજું કાંઈ જોઈતું નથી.
હું તમારી જ અપેક્ષા રાખું છું,
તમારી જ રાહ જોઉં છું
મૌન થાઉં છું.
હવે તમે બોલશો અને હું સાંભળીશ.