પરમ સમીપે/૧૪
Jump to navigation
Jump to search
૧૪
દેવ, હું તમારા ચરણે પ્રણત છું.
હું તમને.... પ્રાર્થના કરું છું.
મારો આત્મા સાંસારિક વસ્તુના ઝેરી નાગના ઝેરથી સંતપ્ત છે
આ ધરતી પર બધું જ ક્ષણભંગુર અને નશ્વર છે
ધન, સગાંસંબંધી, જીવન, યૌવન અને સંસારનું સર્વ કાંઈ નશ્વર છે.
સંતાન, પરિવાર — બધું અનિશ્ચિત છે.
કોઈના પર ભરોસો રાખી શકાય તેમ નથી.
કમળના પાન પર એક જળબુંદની જેમ મન ચંચળ છે;
એનામાં દૃઢતા નથી.
તમારી કૃપાદૃષ્ટિમાં કશું જ અનિશ્ચિત નથી.
તમારા ચરણના શરણમાં ભય નથી.
હું શંકરદેવ,
તમારાં ચરણોમાં પ્રણત થઈને નિવેદન કરું છું.
હૃષીકેશ, મને દુઃખરૂપી સંસાર-સાગરની પાર ઉતારો
મારું હૃદય તમારી તરફ વાળો
મને તમારો બનાવી લો, હે કૃપામય!
મને સત્યનો પ્રકાશ બતાવો!
મારું માર્ગદર્શન કરો
તમે મારું સૌભાગ્ય છો, સર્વસ્વ છો,
મને દુઃખમાંથી મુક્ત કરો.
શંકરદેવ