zoom in zoom out toggle zoom 

< પરમ સમીપે

પરમ સમીપે/૩૩

From Ekatra Wiki
Jump to navigation Jump to search
૩૩

તારાં ચરણકમળમાં આ મારી પ્રાર્થના છે :
પ્રત્યેક દિને, પ્રત્યેક ઘડીએ
તારા સ્વર્ગીય પ્રકાશનું શુદ્ધ કોમળ કિરણ મને બનાવ;
નિત્ય નૂતન, ઉજ્જ્વલ, પ્રકાશિત.
તારું કિરણ બનવા હું ઝંખું છું —
સત્ય અને પ્રેમનું કિરણ;
આંસુ અને અમંગલની આ દુનિયામાં
તારી શાતાનું કિરણ;
જેથી,
જેઓ દીનદલિત અને વિસ્મૃત છે
તેમની સાથે હું એકરૂપ બની શકું,
તારાં બાળકો જેવો બની શકું,
સાચો અને મુક્ત.

ટી. એલ. વાસવાણી