પૂર્વાલાપ/૨. ઈશ્વરસ્તુતિ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


૨. ઈશ્વરસ્તુતિ


ઉત્પત્તિ, સ્થિતિ, વિશ્વ આ સકલની છે સર્વ જે તાતથી,
ઉદ્ધારાર્થ મનુષ્યના અવતરે જે માનવી માતથી,
જે ધાતા જગનો, પવિત્ર પ્રભુ, જે ત્રાતા સ્વયં નન્દન,
તે શ્રી સાંબ દયાલુ શંકર પિતા! સ્વીકારજો વંદન!