બારી બહાર/૮૦. હે મંગલ !
Jump to navigation
Jump to search
૮૦. હે મંગલ !
હે મંગલ ! હે મંગલ !
ચરણતલ તવ, આજ મમ લહો ચિત્ત પલપલ ચંચલ.
હે મંગલ ! હે મંગલ !
બહુ જુગો જલ જીવનનાં વહી, તરંગો સહુ આજ રે’કહી :
હે દયામય ! સ્થાન દે, તવ પાસ આવ્યું પથિક જલ.
હે મંગલ ! હે મંગલ !