zoom in zoom out toggle zoom 

< બાળ કાવ્ય સંપદા

બાળ કાવ્ય સંપદા/આગિયો

From Ekatra Wiki
Jump to navigation Jump to search
આગિયો

લેખક : દેવજી ત્રિ. થાનકી
(1944)

અંધારામાં તેજ રેલાવતો આગિયો;
પ્રકાશનો ઝબકારો કરતો આગિયો.
આકાશમાં રહેતો ઊડતો આગિયો;
અંધારે જોવાનો ગમતો આગિયો.
પોતાના પ્રકાશથી પ્રકાશતો આગિયો;
રાત્રિએ રહેતો ઝબકતો આગિયો.
પોતાની મસ્તીમાં મહાલતો આગિયો;
સ્વયં પ્રકાશથી આકર્ષતો આગિયો;
શરીરમાંથી પ્રકાશ ફેલાવતો આગિયો;
વિવિધ જાતમાં જોવા મળતો આગિયો.
જાણે ગીત ગણગણતો આગિયો;
લયથી ગાતો જતો લાગતો આગિયો.