બાળ કાવ્ય સંપદા/બા
Jump to navigation
Jump to search
બા
લેખક : પ્રભુદાસ પટેલ
(1942)
બોલું હું તો અક્ષર પહેલો :
બા બા બા !
એ જ બોલ સહેલામાં સહેલો :
બા બા બા !
ખાતાં બોલું, પીતાં બોલું :
બા બા. બા !
હસતાં બોલું, રડતાં બોલું :
બા બા બા !
વહાલામાં વહાલી છે મારી,
બા બા બા !
મીઠામાં મીઠી છે મારી,
બા બા બા
વાંક કરું તોયે ના મારે, બા બા બા !
હેત કરીને ભૂલ સુધારે, બા બા બા !
બોલવામાં બોલ પહેલો હો... જો બા !
પહેલીમાંનો પાઠ પહેલો હો...જો બા !