બાળ કાવ્ય સંપદા/ખી ખી ખી ખી ખી
Jump to navigation
Jump to search
ખી ખી ખી ખી ખી
લેખક : ધીરેન્દ્ર મહેતા
(1944)
આ તો જુઓ –
પપ્પા કહે છે, દાદી મારાં મમ્મી !
આવડા મોટા પપ્પાને
કોઈ દી મમ્મી હોય ? ખી ખી ખી ખી ખી
દાદી ક્યાં પપ્પાને નવડાવે છે ?
એ પપ્પાને કપડાં પહેરાવે છે ?
દાદી ક્યાં પપ્પાને ખવડાવે છે ?
દાદી ક્યાં પપ્પાને સુવડાવે છે ?
દાદીને તે કાંઈ મમ્મી કહેવાય ? ખી ખી ખી ખી ખી
દાદી ક્યાં પપ્પાને વઢે છે ?
પપ્પા દાદીને ખભે ચઢે છે ?
દાદી ક્યાં પપ્પાને પપ્પી દે છે ?
દાદી ક્યાં પપ્પાને વાર્તા કે છે ?
આવી તે કોઈ દી મમ્મી હોય ?
પપ્પા કહે છે, દાદી મારાં મમ્મી ! ખી ખી ખી ખી ખી