zoom in zoom out toggle zoom 

< બાળ કાવ્ય સંપદા

બાળ કાવ્ય સંપદા/મારા પપ્પા

From Ekatra Wiki
Jump to navigation Jump to search
મારા પપ્પા

લેખક : સુરેશા મજમુદાર
(1911-.....)

પપ્પા મારા દાક્તર મોટા, કરે લાડ ના ખોટા,
બળ મેળવવા ખાવાનું છે એમ હંમેશાં એ જોતા.

પીળી પીળી મોટી મોટી નારંગી લઈ આવે,
મને કહે કે, 'શી સરસ છે ખાજે, એ બહુ ભાવે.'

સફરજનની સફેદ ચીરીઓ, જમ્યા પછી ખવરાવે,
ખાઉં સ્વાદ વિના પણ એમાં મજા મને ના આવે.

બદામ, પિસ્તાં, કાજુ એવું કંઈ ખવરાવે વ્હાણે,
દારાસિંગની જેમ જ મારે કુસ્તી કરવી જાણે !

પપ્પા લાવે કેળાં, દાડમ, ચીકુ, પપૈયા, ચેરી,
રોજ રોજ કૈં લેતા આવે, લાવે ઉનાળે કેરી.

નવાઈ લાગે, પપ્પાને શું બજારમાંહીં ફરતાં,
દેખાયે ના લીલી આમલી, ચણીબોર ચકચકતાં ?