બાળ કાવ્ય સંપદા/ઊડવું છે આકાશ
Jump to navigation
Jump to search
ઊડવું છે આકાશ
લેખક : સુરેશા મજમુદાર
(1911-.....)
મા, મારે ઊડવું છે આકાશ,
વાદળ સાથે રમવા જાવું આજે મારે ખાસ...
ચારે બાજુ વિમાન કેવાં ઊંચે ઊંચે ઊડતાં,
તે સૌમાંથી એક લઉં હું જલદી ઊંચે ચડવા,
કરું હું પંખી જેમ પ્રવાસ,
મા, મારે ઊડવું છે આકાશ !
સારો બૉલ લઈને મારે ક્રિકેટ રમવા જાવું,
પકડું બૅટ બહાદુર બનીને, એવી રમત ચગાવું,
જામશે ભીડ ઘણી ચોપાસ,
મા, મારે ઊડવું છે આકાશ !
દોડાદોડી કરશે ચાંદો રમત અમારી જોતાં,
બૉલ ઝીલવા તારામંડળ આવે ધીરજ ખોતાં,
આવશે ધ્રુવ પણ મારી પાસ,
મા, મારે ઊડવું છે આકાશ !