બાળ કાવ્ય સંપદા/હંસગાન

From Ekatra Wiki
Jump to navigation Jump to search
હંસગાન

લેખક : કૃષ્ણલાલ શ્રીધરાણી
(1911-1960)

દરિયાના બેટથી ઊડ્યાં અમે તો,
હિમાળા ડુંગર જાવાં જી !

સાત સાત સમદર ઊડી અમારે,
માનસ-સરમાં નાવાં જી !

લૂમે દાડમડી ને ઝૂમે જમરુખડી,
મોતી માનસનાં ખાવાં જી !

વનવન શેવતી વેરે પાંખડલી,
સરનાં પંકજડાં હસાવાં જી !

જગનાં પ્રવાસી અમે ઊડતાં પંખીડલાં,
માનસ મરવા જાવાં જી !

આભ ચીરી અવનિ ઊભરાવી,
છેલ્લાં કો હંસગીત ગાવાં જી !