zoom in zoom out toggle zoom 

< બાળ કાવ્ય સંપદા

બાળ કાવ્ય સંપદા/વ્હાલાં વ્હાલાં બાળકો

From Ekatra Wiki
Jump to navigation Jump to search
વ્હાલાં વ્હાલાં બાળકો

લેખક : ગણેશ સિંધવ બાદલ
(1940)

વ્હાલાં વ્હાલાં બાળકો,
નાનાં નાનાં બાળકો, આવોને આજ
આપણી આ દુનિયામાં આપણું છે રાજ. – વ્હાલાં૦

તરુવરને વાવજો,
ફૂલછોડને વાવજો, નાની શી વાટ,
આપણી આ દુનિયામાં ફૂલડાંની ભાત. – વ્હાલાં૦

મેહુલ શાં આવજો,
ખીલું ખીલું આવજો બહેનની સંગાથ.
જાણજો ને શીખજો નવી નવી વાત. – વ્હાલાં૦

ઢોલકના તાલમાં,
નૃત્યની ચાલમાં ચિતરજો ભાત.
નાનાં નાનાં બાળકોનાં નાનાં શાં હાટ – વ્હાલાં૦

કોયલના ટહુકાને
વીણી વીણી લાવજો સંભારી ખાસ
ભર્યા ભર્યા ખેતરના ડોલાવો ચાસ – વ્હાલાં૦