બાળ કાવ્ય સંપદા/કીડીનું ગીત

From Ekatra Wiki
Jump to navigation Jump to search
કીડીનું ગીત

લેખક : ચંદ્રવદન ચી. મહેતા
(1901-1991)

નાનાં છોકરાંઓ સૌ ગાઓ કીડીનું ગીત,
વાયુ વાય ને વાદળ ઘૂમતાં જાય ગગનમાં નિત.
રે સૌ ગાઓ કીડીનું ગીત.
વાદળાંઓ ત્યાં ભેળાં થઈને ગાય ગગનમાં ગીત,
વાદળાંઓનું ગીત તો મોટું, નાનકડું આ ગીત.
ઘન ઘોરંબે, મેહુલો ગાજે, ગરજે હાહાકાર,
એક ટીપું તો ઘરમાં જાતાં દરના ત્યાં શા ભાર !
દાણો દૂણી થમણી બાંધી કીડીઓ ઊભરાય,
પાંખ વિનાની કીડીઓ તે થડ પર ચડવા જાય.
ગડગડાવી ધડ ધડાધડ વરસે મુશળધાર,
આવડી અમથી કીડીનાં ત્યાં ડૂબ્યાં ઘર ને બાર.
સાતસાત માળની ગામની મોટી હવેલીઓ ઊભરાય,
આટલી અમથી કીડીબાઈની ક્યાંય જગા ન થાય.
નાનાં નાનાં છોકરાંઓ સૌ ગાઓ દુઃખીનું ગીત,
આવડી અમથી કીડી સામે કુદરતની શી રીત ?