લેખક : જયંત શુક્લ
(1926)
કૂકડો બોલે કૂકડેકૂક,
વહેલી સવાર થઈ ઊઠ રે ઊઠ.
આંગણે આવ્યા મોર ને ઢેલ,
ચણતા દાણા કરતા ગેલ.
ઘરની પછાડે લીમડાનું ઝાડ,
પોપટ ને મેના ઝૂલે છે ડાળ.
વાંદરા કૂદતા કરે હુપાહુપ,
અમે સૌ જોતા બેસી ચૂપાચૂપ.
બહેન ને બા મને બોલાવી જાય,
ખવડાવીને બાલવાડી મૂકી જાય.